સુરતમાં મારામારીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
આરોપી પોતાના આવાસથી જ ઝડપાયો
સુરતની ભેસ્તાન પોલીસે પ્રોહીબીશનના ગુનામાં તથા મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરતમાં દિવાળી સમયે અસામાજિક તત્વો કોઈ કાકરીચાળો ન કરે અને તહેવારો હર્ષોલ્લાસ સાથે શાંતિના માહોલમાં ઉજવાય તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશને લઈ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભેસ્તાન પોલીસની ટીમ પી.આઈ। કે.પી. ગામેતી તથા પીએસઆઈ જે.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ સુરેન્દ્ર અને રીતેશને મળેલી બાતમીના ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના અને મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી ભેસ્તાન આવાસ ખાતે રહેતા રઈશ ઉર્ફે ડબ્બુ ગની શેખને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
