સુરતમાં ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત 3 ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત 3 ઝડપાયા
ઉધના પોલીસે 14 કિલોથી વધુ ગાંજાના જથ્થા ઝડપી પાડ્યો

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ ઉધના પોલીસે 14 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત ત્રણને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીનાા આધારે ઉધના રેલ્વે પોલીસ ચોકી સામે આવેલ ઉધના રેલ્વે સ્ટેશન પાર્કીંગના ગેટની બહારથી ઓરિસ્સા વાસી મહિલા શ્રીયંકા શંકર શાહુ તથા બસંત ત્રીનાથ શાહુ અને કાલીયા કાશીનાથ શાહુને ઝડપી પાડી તેઓ પાસેથી 1 લાખ 46 હજારથી વધુની કિંમતના 14 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ત્રણ મોબાઈલ, રોકડ મળી 2 લાખથી વધુની મત્તા કબ્જે કરી ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *