સુરતમાં લાખોના સરૂના જથ્થા ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં લાખોના સરૂના જથ્થા ઝડપાયા
ઉધના દક્ષીણામુખી મંદીર પાસે ટેમ્પામાંથી દારૂ ઝડપાયા
પોલીસે દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા

સુરતની ઉધના પોલીસે પેટ્રોલિંગદરમિયાન ઉધના દક્ષીણામુખી મંદીર પાસેથી ટેમ્પામાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, ઈન્ચાર્જ પોલીસ કમિશનર ઝોન ટુ તથા નાયબ પોલીસ કમિશનર સી ડીવીઝનની સુચના મુજબ ઉધના પી.આઈ. એસ.એન. દેસાઈ અને સેકન્ડ પી.આઈ. જે.એ. ઝાંબરેના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.કે. ઈશરાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ તથા નાગેન્દ્રસિંહએ ઉધના દક્ષિણીમુખી મંદિર પાસેથી પસાર થતા ટેમ્પાને આંતર ટેમ્પા ચાલક અરવિંદ રામેશ્વર ગુપ્તા તથા ઓમપ્રકાશ કલ્પનાથ પાઠકને ઝડપી પાડી ટેમ્પાની ઝડતી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો સહિત 5 લાખ 72 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બન્નેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *