ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટમાં કરાયો વઘારો

Featured Video Play Icon
Spread the love

ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટમાં કરાયો વઘારો
હવે ગિફ્ટ સિટીમાં ગુજરાત બહારના લોકોને પરમીટની જરૂર નહિ
ગુજરાત બહારના લોકો માન્ય ઓળખપત્ર બતાવી દારૂ પી શકશે
ગુજરાત સરકારના આ નિર્ણયનો કોંગ્રેસે વિરોધ કર્યો

ગુજરાત સરકારે GIFT સિટીમાં દારૂબંધીના નિયમોમાં વધુ છૂટ આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યુ છે. જેમાં હવે ગુજરાત બહારના લોકો એટલે કે, અન્ય રાજ્યોના મુલાકાતીઓ તેમજ વિદેશી નાગરિકોને દારૂ માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. ગુજરાત સરકારના આ નિર્ણયનો કોંગ્રેસે વિરોધ કર્યો છે

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે દારૂ પીવાની છૂટછાટ વધારાઈ છે. ગત શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવાસી નથી તેઓને દારૂ પીવા માટે પરમિટની જરૂર રહેશે નહીં. આમ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને GIFT સિટીમાં દારૂ પી શકશે. આ લોકોને અલગથી પરમિટ લેવાની જરૂર નહીં રહે. આ નિર્ણય 30 ડિસેમ્બર 2023ના રોજ જાહેર કરાયેલા છૂટછાટને વધુ વિસ્તૃત કરે છે. નવી સૂચના મુજબ, પરમિટ ધરાવતા કર્મચારીઓ હવે એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકશે. આ સાથે જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, પરમિટ વગરના લોકો પણ નિર્ધારિત ફૂડ એન્ડ બેવરેજ વિસ્તારોમાં ભોજન માટે નિઃશંકા રીતે પ્રવેશ કરી શકશે, ગુજરાત સરકારના આ નિર્ણયનો કોંગ્રેસે વિરોધ કર્યો છે

સુધારાયેલા નિયમો હેઠળ, GIFT સિટીમાં આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટમાં લોન, સ્વિમિંગ પૂલની આજુબાજુ, ટેરેસ તેમજ ખાનગી હોટેલ રૂમમાં દારૂ પીરસવાની મંજૂરી આપવામાં આવી છે, જો તે સ્થળ પાસે FL-III લાયસન્સ હોય તો. અગાઉ દારૂ પીવાની જગ્યા માત્ર નિર્ધારિત વાઇન-એન્ડ-ડાઇન વિસ્તારોમાં અને ખાસ પરમિટ ધરાવતા કર્મચારીઓ સુધી જ મર્યાદિત હતી. કેટલાક ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓનું માનવું છે કે, આ પગલું ગુજરાતને વૈશ્વિક નાણાકીય હબ બનાવવા અને કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય રમતો આયોજિત કરવાની રાજ્યની યોજનાઓને અનુરૂપ છે. નોટિફિકેશનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, દારૂ પીવાની કાનૂની ઉંમર 21 વર્ષ જ રહેશે અને તમામ નિયમો ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ જ લાગુ પડશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *