ઉના તાલુકાના ભેભા ગામે પારિવારિક કંકાસે ભયાનક વળાંક લીધો.

Featured Video Play Icon
Spread the love

ઉના તાલુકાના ભેભા ગામે પારિવારિક કંકાસે ભયાનક વળાંક લીધો.
પતિએ પોતાની પત્નીની કુહાડીના ઘા મારી હત્યા
પતિએ પોતાની જ પત્નીની કરુણ હત્યા કરી નાખી

ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. ઉના તાલુકાના ભેભા ગામે પારિવારિક કંકાસે ભયાનક રૂપ ધારણ કર્યું છે, જ્યાં પતિએ પોતાની જ પત્નીની કરુણ હત્યા કરી નાખી છે. મળતી માહિતી મુજબ દેવસી બાંભણીયાએ પોતાની પત્ની લાખુબેન બાંભણીયા પર કુહાડીના ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભેભા ગામે પારિવારિક ઝઘડો હત્યામાં ફેરવાયો હતો. મળતી માહિતી મુજબ ભેભા ગામના દેવસી બાંભણીયાનો તેની પત્ની 34 વર્ષીય લાખુબેન બાંભણીયા સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. તે સમયે લાખુબેન પોતાના ભાઈ સાથે મોબાઈલ પર વાત કરી રહ્યા હતા. ઝઘડો ઉગ્ર બનતા દેવસી બાંભણીયા ગુસ્સામાં આવી ગયા અને કુહાડી વડે ગળાના ભાગે ઘા મારી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ લાખુબેનને સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ઝઘડા દરમિયાન ફોન કટ થઈ જતા લાખુબેનના ભાઈએ ફરી ફોન કર્યો હતો, ત્યારે દેવસીએ જ જણાવ્યું કે તેણે લાખુબેનને કુહાડી મારી છે. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ લાખુબેનને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા ઉના પોલીસ PI નિલેશ ચૌહાણ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આરોપી પતિ દેવસી બાંભણીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક લાખુબેન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના મોતથી બે દીકરા અને એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે, જેના કારણે પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *