દાહોદમાં કેટલા ગામે સામૂહિક આપઘાતનો બનાવ
દાહોદના છાયણ ફળિયામાં પિતાએ બે પુત્ર સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
પાંચ વર્ષ અને સાત વર્ષના બે બાળકો સાથે પિતાએ જીવન ટૂંકાવ્યું
આત્મહત્યા કરનાર દાહોદના ખંગેલા ગામના રહેવાસી
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાએ સ્થળે દોડી આવી હતી
દાહોદ તાલુકાના કઠલા ગામે સામૂહિત આત્મહત્યાની એક હૃદયદ્રાવક ઘટના આવી સામે છે, જ્યાં પિતાએ પોતાના બે પુત્ર સાથે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ, દાહોદ તાલુકાના કઠલા ગામના છાયણ ફળિયામાં પિતાએ બે પુત્ર સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.પાંચ વર્ષ અને સાત વર્ષના બે બાળકો સાથે પિતાએ જીવન ટૂંકાવ્યું.આત્મહત્યા કરનાર દાહોદના ખંગેલા ગામના રહેવાસી હતા.ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહોને ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આત્મહત્યા અંગેનું ચોક્કર કારણ જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
