સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે અવરનેસ કાર્યક્રમ યોજાયો
વર્લ્ડ એલર્જી ડે અવરનેસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું
અવરનેસ કાર્યક્રમમાં અનેક સંસ્થાઓ જોડાયા હતા
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે એલર્જી અવરનેસ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતું જેમાં અનેક સંસ્થાઓ જોડાઈ હતી.
સુરત નવી સિવિલ હોસ્પિટલના ડો. પારૂલ વડગામા એ જણાવ્યુ હતું કે, વર્લ્ડ એલર્જી ડે અવરનેસ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતું. જેમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત અને ડિપાર્ટમેન્ટ ઓફ રીસ્પીરેટરી મેડીસીન તથા ચેસ્ટ ફીજીયોથેરાપી એસોસીએશન, ચેસ્ટ ફીજીશીયન એસોસીએશન, ઈન્ડિયન મેડીકલ એસોસીએશન, સુરત મેડીકલ કન્સલ્ટન્સ એસોસીએશન સહિતનાઓએ સાથે મળી દર્દીઓ તથા તેમના સંબંધીઓને એલરજી જેમ કે આંખમાં પાણી નિકળવુ, આંખ લાલ થવી, સ્ક્રિનમાં ચાટા પડવા, છીક આવવી કે કોઈ ખોરાક ખાવાથી થતી એલર્જી અંગે લોકોને જાગૃત્ત કરાયા હતાં.
