સુરતના જહાંગીરાબાદની પાર્ક પેવેલિયન હોટલમાં હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટ
13 લલ્લાઓ સહિત 5 ગ્રાહક અને 4 સંચાલક પકડાયા
જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતું હતું કુટણખાનુ
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ હોટેલ પેવેલિયનમાં થી ફરી કુટણખાનુ ઝડપાયુ છે. પોલીસે લલનાઓ સહિત ગ્રાહકો અને સંચાલકની ધરપકડ કરી હતી.
સુરતમાં હોટલોમાં હાલ કુટણખાના ધમધમી રહ્યા છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ હોટેલ પેવેલિયનમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી 13 થાઈગર્લ લલના સાથે પાંચ ગ્રાહકો અને ચાર સંચાલક ની ધરપકડ કરી હતી. તો આ જ હોટલમાં અગાઉ પણ દેહવેપાર પોલીસે ઝડપી પાડ્યો હોવાનુ સામે આવ્યુ છે. હાલ તો એએચટીયુની ટીમે જહાંગીરપુરા પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધાવતા વધુ તપાસ જહાંગીરપુરા પોલીસે હાથ ધરી છે.
