હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ દાહોદ જિલ્લો
તિરંગાના માન-સન્માન અને દેશભક્તિના જુસ્સા સાથે જોડાયા
યાત્રામાં પદાધિકારીઓ, તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા
ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તિરંગા યાત્રા ઉપસ્થિત રહ્યા
કલેકટરએ નાગરિકોને ઘર ઘર તિરંગો લહેરાવવા કર્યો અનુરોધ
સમગ્ર દેશમાં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા દાહોદ શહેરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં દાહોદ જિલ્લામાં ઘર ઘર તિરંગા અને સ્વચ્છતા અભિયાન માં કલેક્ટરશ્રી દ્વારા દાહોદ વાસીઓને જોડાવા અનુરોધ કર્યો હતો
સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. દાહોદ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જન પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે વિવિધ ગામમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ, ગ્રામજનો, પોલીસ જવાન, હોમગાર્ડના જવાનો તથા શાળાના છાત્રો જોડાયા હતા. દેશભક્તિના નારાઓથી શહેર તથા ગ્રામની ગલીઓ ગુંજી ઉઠી હતી.દાહોદ સ્માર્ટ સિટી ખાતે ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ કલેકટર, જિલ્લા પંચાયત પ્રમુખ, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સહિત અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરંણ ડામોર પોલીસ અધિક્ષક, હોમગાર્ડના જવાનો, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, ગ્રામજનો,તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ધારાસભ્યશ્રીએ તિરંગાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. શહેરના માર્ગો તિરંગા યાત્રાએ ફરીને નાગરિકોને ઘર ઘર તિરંગો લહેરાવવા સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણ ડામોર જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચશ્રીઓ, સંગઠનના કાર્યકર્તાઓ, આગેવાનો સહિત, પોલીસકર્મીઓ, શાળાઓનાં વિદ્યાર્થીઓ, નગરજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા દાહોદ બસ સ્ટેશન થી શરૂ થઈ સિધ્ધરાજ છાબ તડાવે સમાપન કરવામાં આવ્યું હતું…
