સુરતના વરાછા વિસ્તારમાં વિજ્ઞાન અને કળા પ્રદર્શ નું ભવ્ય આયોજન

Featured Video Play Icon
Spread the love

સુરતના વરાછા વિસ્તારમાં વિજ્ઞાન અને કળા પ્રદર્શ નું ભવ્ય આયોજન
રાધા કૃષ્ણ હિન્દી વિદ્યાલય દ્વારા તારીખ 15 માર્ચને આયોજન

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં આવેલ રાધા કૃષ્ણ હિન્દી વિદ્યાલય દ્વારા તારીખ 15 માર્ચને રવિવારનાં રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં બીજેપી કોર્પોરેટર મનીષાબેન આહિર તેમજ બીજેપી બક્ષીપંચ સુરત શહેર ઉપપ્રમુખ અશોકભાઈ હડીયા અને રાધા કૃષ્ણ હિન્દી વિદ્યાલય ટ્રસ્ટી આલોક પટેલ ઉપસ્થિત રહ્યા હતા

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં આવેલ રાધા કૃષ્ણ હિન્દી વિદ્યાલય દ્વારા તારીખ 15 માર્ચને રવિવારનાં રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનીનું આયોજનમા 600 થી પણ વધુ વિદ્યાર્થિયોએ ભાગ લીધો હતો આ વિજ્ઞાન અને કળા પ્રદર્શમાં વિદ્યાર્થીઓએ ફાયર અલાર્મ, રોડ સેફટી અલાર્મ, ગુરુત્વાકર્ષણ બળ તેમજ વિજ્ઞાન પ્રમાણે અનેક પ્રકારના જુદા જુદા એક્સ્પેરીમેન્ટ કરી બધા વાલિયોને આશ્ચર્યચકિત કરી દીધા હતા વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા સૌરમંડળની અદ્ભુત કળા-કૃતિયો તેમજ આર્ટ ગેલેરી, સોલાર સિસ્ટમ, નાના બાળકો દ્વારા અલગ અલગ ફ્રૂટમાંથી બનાવેલી વસ્તુવો તેમજ સ્કૂલમાં પ્રવેશ કરતાને સાથે જે ભક્તિમય દ્રષ્યો જોઇને બધા વાલિયોએ અભિનંદન પાઠવ્યા હતા.

આ આયોજન નિહાળવા માટે 1500 થી પણ વધારે વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એની સાથે લોકોને મનોરંજન માટે લોક જાગૃતિના દ્રશયો તેમજ કૈલાશ પર્વત તેમજ હાલ જે આયોધમાં રામ મંદિર તેમજ ખાટું શ્યામબાબાના દર્શનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કળા જોઈને સ્કૂલ પર આવનારા વાલિયો ખુબ જ આનંદિત થયા હતા. આ ભવ્ય આયોજન જોયને વાલિયોએ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાલય પરિવારને ખૂબ-ખૂભ અભિનંદન પાઠવ્યા હતા અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય વિદ્યાલયમાં જોવાથી બધાજ વાલિયોએ આનંદની અનુભૂતિ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *