ડોસવાડા કેજીબીવીખાતે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી
28 જેટલી સાંસ્કૃતિક કૃતિઓએ જમાવ્યું આકર્ષણ
તાપી જિલ્લાના સોનગઢ તાલુકા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ડોસવાડા ખાતે ગત રોજ વાર્ષિકોત્સવ કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તાપીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં દીકરીઓની પ્રતિભા ખીલી ઉઠી હતી.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધોરણ 6 થી 12 ની દીકરીઓએ કુલ 28 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. જેમાં પારંપરિક આદિવાસી નૃત્ય, યોગા ડાન્સ, ગરબા, ભરતનાટ્યમ, સાઉથ ઇન્ડિયન અને મરાઠી ડાન્સ તેમજ રોલ પ્લેનો સમાવેશ થયો હતો. આ પ્રસંગે શાળાની એવી ભૂતપૂર્વ દીકરીઓ કે જેઓ હાલ ઉચ્ચ અભ્યાસ કરી રહી છે અથવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે, તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન KGBV પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમો ગ્રામીણ અને આદિવાસી વિસ્તારની દીકરીઓના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને તેમને ઉચ્ચ શિખરો સર કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે…
