ભારતના ગૌરવ સમાન AI સમિટ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણીથી રોષ

Featured Video Play Icon
Spread the love

ભારતના ગૌરવ સમાન AI સમિટ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણીથી રોષ
બારડોલીમાં સુરત જિલ્લા યુવા ભાજપ દ્વારા પૂતળા દહન

દિલ્હી ખાતે હાલમાં ભારત સરકાર દ્વારા આયોજિત ‘ગ્લોબલ AI સમિટ’માં વિશ્વભરના દિગ્ગજ નેતાઓ અને ટેકનોલોજી નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે, જે ભારત માટે ગૌરવની ક્ષણ છે. જોકે, આ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ વિશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ‘હાસ્યાસ્પદ’ ટિપ્પણીઓના વિરોધમાં આજે સુરત જિલ્લામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

સુરત જિલ્લા યુવા ભાજપ દ્વારા ઐતિહાસિક બારડોલીના શહીદ ચોક ખાતે રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ, નવી દિલ્હીમાં આયોજિત AI સમિટને રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટીકાત્મક અને હાસ્યાસ્પદ ગણાવી હતી. ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, જ્યારે ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે અને વિદેશી મહેમાનો ભારતની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધી દ્વારા આવા નિવેદનો કરવા તે દેશના ગૌરવને ઠેસ પહોંચાડવા સમાન છે. આ નિવેદનોના પ્રત્યાઘાત રૂપે આજે બારડોલી શહીદ ચોક ખાતે સુરત જિલ્લા યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.  કાર્યકરોએ ‘ભારત માતા કી જય’ અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી શાસક પક્ષે ચીમકી ઉચ્ચારી હતી કે દેશના ઉત્કર્ષ અને ગૌરવશાળી આયોજનોની મજાક ઉડાવનારાઓને જનતા ક્યારેય માફ નહીં કરે.

આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપા સંગઠન મહામંત્રી અંકુર દેસાઈ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ દર્શન પટેલ. મહામંત્રી હાર્દિપ પટેલ, આકાશ સિંહ વાસીયા યુવા હોદ્દેદારો, બારડોલી નગર સંગઠન પ્રમુખ અનંત જૈન. સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *