સુરતમાં વેપારીને ડ્રગ્સ કેસમાં ફસાવવા ભૂતપૂર્વ ભાગીદારનું કાવતરું

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વેપારીને ડ્રગ્સ કેસમાં ફસાવવા ભૂતપૂર્વ ભાગીદારનું કાવતરું
કારમાં એમડી ડ્રગ્સ મુકનાર તથા ડ્રગ્સ સપ્લાયર ઝડપાયા

સિંગણપોર ડભોલી પોલીસની ટીમે એનડીપીએસના ગુનામાં ધંધાકીય અદાવત રાખી ભાગીદારની કારમાં એમડી ડ્રગ્સ મુકનાર તથા ડ્રગ્સ સપ્લાયર ઝડપાયા છે.

સુરતની સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનની ટીમે ગત 18 માર્ચ 2025ના રોજ વરીયાવ બ્રિજ નાકેથી કારમાં પસાર થતા વેપારી અલ્પેશ મીયાણીને ઝડપી પાડી તેની ગાડીમાંથી લાખોની કિંમતનો એમડી ડ્રગ્સ કબ્જે કર્યો હતો જે મામલે અલ્પેશ મિયાણીના પરિવારજનો પોલીસ કમિશનરને રજુઆત કરી તટસ્થ તપાસની માંગ કરતા એસીપી ઝેડ.આર. દેસાઈને તપાસ સોંપાઈ હતી. તો તપાસમાં એસીપી દેસાઈ સાથે એસઓજી પીઆઈ પંડ્યા જોડાયા હોય તપાસ કરતા ધંધાકીય અદાવત રાખી આરોપી ભાગીદાર ચીરાગ ગોટીએ તેના ભાઈ નિરાંત ઉર્ફે લાલ્લુ ઘનશ્યામ ગોટી દ્વારા ડ્રગ્સ સપ્લાયર હમજા ઉર્ફે રીઝવાન બાદશાહ અલ્તાફ પાસે ડ્રગ્સ મુકાવ્યુ હોવાનુ બહાર આવતા બન્નેને ઝડપી પાડ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *