સુરત : મહુવામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરત : મહુવામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી.પોલીસએ કાર્યવાહી કરી
પથરોણ ગામના છાપરામાં સંતાડેલ વિદેશી દારૂઝડપાયો
મહુવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

સુરત ના મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારના પથરોણ ગામેથી એક ઇસમ ના ઘરની બાજુમાં છાપરામાં સંતાડી રાખેલ વિદેશીદારૂનો જથ્થો કુલ્લે કિં.રૂ. 2,54,200/-ના મુદામાલ સાથે સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી.પોલીસ ઝડપી પાડતી

મળતી માહિતી મુજબ આ અનુસંધાનમાં એલ.સી.બી શાખાના એમ.આર.શકોરીયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી  એ અલગ અલગ ટીમો બનાવી જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એ.એસ.આઇ અરવિંદભાઇ બુધીયાભાઇ તથા અ.હે.કો ચિરાગકુમાર જયંતિલાલ તથા અ.હે.કો અમરતજી રાઘાજી એલ.સી.બી એ ગ્રામ્યનાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે પથરોઁણ ગામે રબારી વાસમાં રહેતો ભરતભાઇ નગીનભાઇ પટેલ ના એ તેના ઘરની બાજુમાં આવેલ છાપરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.” તેવી ચોક્કસ હકિકત મળેલ હોય જેથી બાતમી હકિકતના આધારે પથરોણ ગામે આરોપીના ઘરની બાજુમાં બનાવેલ છાપરામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી વધુ તપાસ અર્થે મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *