માંડવી નગરપાલિકા ખાતે NPCIL ના CSR અનુદાનથી ફાયર સ્ટેશન.
બાબુરાજ એજ્યુકેટીવ ડિરેક્ટરના હસ્તે કરાયું ખાતમુહૂર્ત
1.56 કરોડના ખર્ચે નિર્માણ થશે ફાયર સ્ટેશન.
માંડવી નગરપાલિકાને એનપીસીઆઈએલ, કાકરાપારના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અનુદાન હેઠળ અંદાજિત 1.56 કરોડના ખર્ચે માંડવી ખાતે નવા ફાયર સ્ટેશનના નિર્માણ કાર્યનો ખાતમુહૂર્ત કાર્યક્રમ તા. 05 માર્ચના રોજ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કે.બાબુરાજ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એનપીસીઆઈએલ કાકરાપાર ઉપસ્થિત રહ્યા હતા.
માંડવી નગરપાલિકાને NPCIL, કાકરાપારના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અનુદાન હેઠળ અંદાજિત 1.56 કરોડના ખર્ચે માંડવી ખાતે નવા ફાયર સ્ટેશનના નિર્માણ કાર્યનો ખાતમુહૂર્ત કાર્યક્રમના શરૂઆતમાં માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેષ એચ. શાહ ધ્વારા પધારેલ તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. NPCIL ના વરિષ્ઠ અધિકારીઓ, CSR વિભાગના પ્રતિનિધિઓ તથા માંડવી નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, કે. બાબૂરાજ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર NPCIL કાકરાપાર ધ્વારા વિવિધ માહિતીઓ આપવામાં આવી હતી. સંજયકુમાર માલવિય, સાઇટ ડિરેક્ટર અને એ. કે. સાહુ દ્વારા નાગરિક સુવિધાઓના સશક્તિકરણ પ્રત્યે NPCIL ની પ્રતિબદ્ધતા અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં અગ્નિશામક સેવાઓની કાર્યક્ષમતા વધશે તેમજ આપત્તિ વ્યવસ્થાપનમાં સુધારો થશે. માંડવી નગરપાલિકા દ્વારા NPCIL, કાકરાપારનો આ અનુદાન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો…
