સુરત મહાનગર પાલિકાના ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકાના ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપ્યા
એક લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા
ડીવીઝનલ ફાયર ઓફિસર ઈશ્વર મગન પટેલને ઝડપ્યા

સુરત મહાનગર પાલિકાના ફાયર ઓફિસર એક લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે.

સુરતમાં એક જ દિવસમાં બે સરકારી બાબુઓ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. હોટલની ફાયર સેફ્ટીની એનઓસી મેળવવા હોટલ માલિકે કરેલી અરજી ની કાર્યવાહી કરી ફાયર સેફ્ટીનુ સર્ટીફીકેટ આપવાના અવેજ પેટે સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોન તથા ઉધના ઝોન એ-બીના ઈન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને ડીવીઝનલ ફાયર ઓફિસર ઈશ્વર મગન પટેલે એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી જો કે હોટેલ માલિક લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ગોઠવેલા છટકામાં સુરત મનપાના ફાયર સ્ટેશનના પહેલા માળે આવેલ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં જ લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા જેને લઈ લાંચીયા બાબુઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *