ગારીયાધારના ખેડૂતોએ એસપી સમક્ષ રજુઆત

Featured Video Play Icon
Spread the love

ગારીયાધારના ખેડૂતોએ એસપી સમક્ષ રજુઆત
વ્યાજખોરો અને અસામાજિક તત્વોથી સુરક્ષાની માંગ કરી

ગારીયાધારના ખેડૂતોએ એસપી સમક્ષ રજુઆત કરતા વ્યાજખોરો અને અસામાજિક તત્વોથી સુરક્ષાની માંગ કરી

ગારીયાધાર તાલુકાના ખેડૂતોએ વિવિધ મુદ્દે એસપીને કરી રજુઆત. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ખેડૂતોએ આજે એસપીને લેખિત રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સિહોર, ઉમરાળા અને જેસર પંથકના વિવિધ ગામોમાં ખેડૂતોને વ્યાજખોરો અને અસામાજિક તત્વો દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ૫ ગામમાં ખેડૂતની ૨૯ વીઘા જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવવાના અને ખેતીના પાકને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. જયારે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આવા તત્વોને છાવરવામાં આવે છે, જેથી એસપી દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે….ફિરોજ મલેક ભાવનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *