અરવલ્લી મેઘરજમાં યુરિયા ખાતર માટે ખેડૂતોનો હોબાળો

Featured Video Play Icon
Spread the love

અરવલ્લી મેઘરજમાં યુરિયા ખાતર માટે ખેડૂતોનો હોબાળો
તાલુકા સંઘના ગોડાઉન આગળ ‘રજા’નું બોર્ડ મારતા હલ્લાબોલ
ખેડૂતોએ ગોડાઉના તાળા તોડી કર્યો વિરોધ

મેઘરજ તાલુકાના સંઘ વિતરણ કેન્દ્ર ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ ગોડાઉનનું લોક તોડી નાખ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.

મેઘરજ તાલુકાના સંઘ વિતરણ કેન્દ્ર ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતો છેલ્લા પંદર દિવસથી યુરિયા ખાતર મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. સંઘ કાર્યાલય પર ‘રજા’નું બોર્ડ જોઈને ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે ગોડાઉનમાં યુરિયાનો પૂરતો સ્ટોક હોવા છતાં તેમને ખાતર આપવામાં આવી રહ્યું નથી. વધુમાં, યુરિયા રાજસ્થાન મોકલીને ત્યાં વેચવામાં આવતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આ અંગે સંઘ મેનેજર જલાભાઈએ જણાવ્યું હતું કે આજે બે ગાડીઓનું યુરિયા સ્ટોક રિલીઝ કરવામાં આવ્યું છે. તેમણે ખાતરી આપી હતી કે હવે ખેડૂતોને ક્રમબદ્ધ રીતે ખાતર વહેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જોકે, મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ હજુ પણ સ્થળ પર હાજર છે અને ખાતર વહેંચણીની માગ સાથે અડગ છે. યુરિયા ખાતરની અછત, વિલંબ અને અનિયમિતતાઓને કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ પરિસ્થિતિ સંઘની કામગીરી અને વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *