સુરત મહાનગર પાલિકા દ્વારા પુણાગામ વિસ્તારમાં રસ્તો ખોદયો

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકા દ્વારા પુણાગામ વિસ્તારમાં રસ્તો ખોદયો
મનપાના વિપક્ષી નેતાના વોર્ડમાં જ ખોદી નાંખવામાં આવેલ રસ્તો
વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા પુણાગામ વિસ્તારમાં મનપાના વિપક્ષી નેતાના વોર્ડમાં જ ખોદી નાંખવામાં આવેલ રસ્તો મહિનો થયો હોવા છતા બનાવવામાં ન આવતા સ્થાનિકો સાથે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતના પુણાગામ વિસ્તાર વિરોધ પક્ષના નેતાના વોર્ડમાં સીતાનગર ચોકની બાજુમાં નિરાંત નગર સોસાયટી થઈ મારૂતિ નગર, ક્રિષ્ના નગર, લક્ષ્મી નગરથી પીરની દરગાહ તરફ જતો રસ્તો એક મહિના કરતા વધુ સમયથી ખોદી નાખવામાં આવેલ છે પરંતુ હજુ સુધી બનાવવામાં આવ્યો ન હોય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તો વારંવારની રજૂઆતો છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને સ્થાનિક કોર્પોરેટરો પણ કંઈ જવાબ આપતા ન હોવાના આક્ષેપો કરાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *