સુરતમાં ડોગ રજીસ્ટ્રેશના નિયમોમાં પાલિકા દ્વારા પાછી પાની કરાઈ
નિયમોને લઈ થયેલા વિરોધ બાદ પાલિકા દ્વારા કરાઇ પાછી પાની
સુરતમાં ડોગ રજીસ્ટ્રેશના નવા નિયમોને લઈ થયેલા વિરોધ બાદ પાલિકા દ્વારા પાછી પાની કરાઈ છે.
ડોગ રજીસ્ટ્રેશનના નિયમ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પાછી પાની કરી છે અને સ્વાન માલિકો, પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય તથા મનપા કમિશનરની બેઠક બાદ નિર્ણય લેવાયો છે. બેઠકમાં સુરતમાં શ્વાન રજીસ્ટ્રેશનનો નિયમ બંધારણ વિરુદ્ધ લેવાયો હોવાનું પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટરે કહ્યું હતું. તો અધિકારીઓને આ બાબતે ભાન થતા હવે નિયમનો અભ્યાસ કરવામાં આવશે તેમ જણાવાયુ છે. એનિમલ વેલ્ફેરના નિયમોને ધ્યાનમાં લઈને જ નવો નિયમ બનાવવામાં આવશે. સ્વાન રજીસ્ટ્રેશન ફોર્મમાં 2008ના ઠરાવનો ઉલ્લેખ કરાયો ખરેખર આ ઠરાવ ભેંસ પાડાના કર માટે માટે કરાયો હતો. ભેંસ, પાડા માટેના કરને લઈ 2008માં ઠરાવ થયો હતો. તો હાલમાં અધિકારીઓએ કોઈ પણ પ્રકારનો અભ્યાસ કર્યા વગર આ ઠરાવ સ્વન માટે બહાર પાડી દીધો હોવાનુ સામે આવ્યુ છે.
