સુરતના ડિંડોલી ખાતે આવેલા મહાલક્ષ્મી જ્વેલર્સમાં ચોરીનો ભેદ
માલિકે જ દેવુ થતા ડ્રાઈવર સાથે મળી લુંટનુ નાટક કર્યુ
પોલીસે ડ્રાઈવરની ધરકડ કરી છે જ્યારે માલિક હજુ ફરાર
સુરતના ડિંડોલી ખાતે આવેલા મહાલક્ષ્મી જ્વેલર્સમાં થયેલી ચોરી મામલે પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો હતો અને માલિકે જ દેવુ થતા ડ્રાઈવર સાથે મળી લુંટનુ નાટક કર્યુ હતું. જેને લઈ પોલીસે ડ્રાઈવરની ધરકડ કરી છે જ્યારે માલિક હજુ ફરાર છે.
ડિંડોલી વિસ્તારમાં 26 ફેબ્રુઆરીના રોજ ભરબપોરે મહાલક્ષ્મી જ્વેલર્સમાં થયેલી સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલવામાં ડિંડોલી પોલીસને મોટી સફળતા મળી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર એન.પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ આરજે ચુડાસમા અને કેએ ચૌહાણની ટીમ પીએસઆઈ એલએચ મસાણીના માર્ગદર્શન હેઠલ તપાસમાં જોડાઈ હતી અને 80થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ આ કેસમાં આશ્ચર્યજનક વળાંક આવ્યો છે.
આ લૂંટ કોઈ બહારના ગુનેગારોએ નહીં, પરંતુ જ્વેલર્સના માલિક નારાયણ પાલીવાલે જ પોતાના ડ્રાઈવર જીતેન્દ્રકુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી સાથે મળીને લુંટ કરાવી હતી. પોલીસે રાજસ્થાનથી ડ્રાઈવર જીતેન્દ્રકુમાર ઉર્ફે કિશોર ડાંગીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો પોલીસ તપાસમાં દુકાન માલિક પર દેવુ થઈ જતા તેણે ચોરીનો નાટક કર્યુ હોવાનુ સામે આવ્યુ છે. હાલ જ્વેલર્સ માલિક ફરાર હોય તેને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. તો લાખોની ચોરી મામલે એસીપી એન.પી. ગોહિલએ વધુ માહિતી આપી હતી.
