ડિંડોલી પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપ્યા
જી 9 ચાર રસ્તા એમ્પોરીયા બિઝનેસ હબના ચોથા માળે જુગાર
જુગાર રમતા સાત જુગારીઓને રોકડા રૂપિયા સાથે ઝડપ્યા
ડિંડોલી પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનની સુચનાથી ડિંડોલી પીઆઈ આરજે ચુડાસમા અને સેકન્ડ પીઆઈ કે.એ ચૌહાણની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એલએચ મસાણીની ટીમના અપોકો રણજીતસિંહ ને મળેલી બાતમીના આધારે ડિંડોલી જી 9 ચાર રસ્તા એમ્પોરીયા બિઝનેસ હબના ચોથા માળેથી જુગાર રમતા સાત જુગારીઓને રોકડા રૂપિયા, મોબાઈલ ફોન સહિત 2 લાખ 3 હજારથી વધુની મત્તા સાથે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
