Women’s health : શું તમે જાણો છો કે સ્ટ્રેસ પીરિયડ્સને કેટલા ડિલે કરે છે?
પીરિયડ્સ આવવા કોઈ પણ મહિલા માટે જરુરી હોય છે. પીરિયડ્સ દરમિયાન દુખાવો, ફ્લોની પેર્ટન તમારી ફર્ટિલિટી અને સ્વાસ્થ વિશે બહુ બધું કહી જાય છે. કોઈ પણ મહિલાની પીરિયડ્સ સાઈકલ કેટલીક વસ્તુઓથી પ્રભાવિત થાય છે.જેમાં લાઈફસ્ટાઈલ,ફુડ,ઊંઘ સહિત અનેક ફેકટ સામેલ છે. શું તમને ખબર છે માત્ર, સ્ટ્રેસના કારણે પીરિયડ્સ મોડા આવે છે. પરંતુ આનાથી દુખાવો અને ફ્લો પર પણ અસર થાય છે. સ્ટ્રેસ, પીરિયડ્સને કેટલા દિવસ સુધી ડિલે કરી શકે છે.અને તેના કારણે પીરિયડ્સ સ્કિપ થઈ શકે છે,ચાલો જાણીએ
સ્ટ્રેસના કારણે પીરિયડ્સ કેટલા દિવસ સુધી ડિલે થઈ શકે?ગાયનેકોલોજિસ્ટનું કહેવું છે કે,તણાવ તમારા પીરિયડ્સને પ્રભાવિત કરી શકે છે. આ કારણે સાઈકલ નાની કે લાંબી થઈ શકે છે તેમજ કેટલીક વખત પીરિયડ્સ સ્કિપ પણ થઈ શકે છે. જો તમે ક્રોનિક સ્ટ્રેસમાં છો. તો કેટલીક વખત પીરિયડ્સ અઠવાડિયા કે આખા મહિના માટે ડીલે થઈ શકે છે. સ્ટ્રેસની અસર આપણા આખા શરીર પર થાય છે. આ કારણે માત્ર ઓ્યુલેશન પ્રભાવિત થતું નથી પરંતુ પીરિયડ્સને રેગુલેટ કરનાર હોર્મોન્સ પર પણ અસર કરે છે. એક્સપર્ટનું કહેવું છે કે, જ્યારે તમે સ્ટ્રેસમાં હોય તેના કારણે શરીરના અનેક ફંક્શન પ્રભાવિત થાય છે. જેના કારણે પિટ્યુટરી ગ્લેન્ડમાંથી નિકળનાર રિપ્રોડક્ટિવ હોર્મોન્સને પ્રોડક્શન પણ ઓછું થઈ જાય છે અને આ હોર્મોનની ઉણપ પીરિયડ સાઈકલ પર અસર નાંખે છે.
ડૉક્ટરે કહ્યું, ‘તણાવને કારણે પીરિયડ્સ કેટલા દિવસ મોડા આવશે તેની કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી. કેટલીક મહિલાઓ માટે તે થોડા દિવસો અને કેટલીક મહિલાઓ માટે થોડા અઠવાડિયા સુધી હોઈ શકે છે. ક્યારેક, તણાવને કારણે, પીરિયડ્સ વહેલા પણ આવી શકે છે.’ આટલું જ નહી પીરિયડ્સ ક્રૈમ્પ્સ,ફ્લો અને પીએમએસના લક્ષણો પર તણાવની અસર કરે છે. જો તમે લાંબા સમયથી તણાવમાં છો. આની અસર તમારા પીરિયડ્સ કે મેન્ટલ હેલ્થ પર થઈ રહી છે. તો ડોક્ટરની સલાહ જરુર લો. સૌથી મહત્વની વાત એ છે કે, પીરિયડ્સની સાઈકલને હેલ્ધી રાખવા માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ જરુરી છે. તેમજ સ્ટ્રેસથી પણ દૂર રહેવું જરુરી છે. જો તમને સ્વાસ્થ સાથે જોડાયેલી અન્ય કોઈ સમસ્યા છે. તો તમારા ડોક્ટરની જરુર સલાહ લો.
