માંડવી રામજી મંદિરે મહાશિવરાત્રીની ભક્તિ ભાવપૂર્ણ ઉજવણી
મહાશિવરાત્રીની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉજવણી
માંડવી સુથારવાડ ખાતે આવેલ પ્રાચીન મંદિરે શ્રી રામજી મંદિરે મહાશિવરાત્રીની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉજવણી કરાય
માંડવી નગરમાં આવેલ પ્રાચીન રામજી મંદિરે મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવ માહોલમાં દેવાધિદેવ મહાદેવના પાવન પર્વ મહાશિવરાત્રીપર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. માંડવી નગરમાં રામજી મંદિરે આવેલ શિવલિંગ ભક્તો માટે શ્રદ્ધા આસ્થાનું પ્રતિક સમાન છે. જેમાં ધર્મપ્રેમી ભાઈઓ શિવરાત્રીના પાવન પર્વે ખૂબ જ આનંદ ઉત્સાહભેર દર્શન કરી પાવન થયા હતા. અને મહાદેવની કૃપા બની રહે એવી પ્રાર્થના કરી હતી. અને ભક્તોને મહાપ્રસાદ તરીકે ભાંગ આપવામાં આવી હતી…
