સાદડુન ગામમાં વિકાસનો ‘ફિયાસ્કો’

Featured Video Play Icon
Spread the love

સાદડુન ગામમાં વિકાસનો ‘ફિયાસ્કો’
કાગળ પર યોજનાઓ ફૂલીફાલી,
જમીન પર જનતા પાણી માટે વલખાં મારે છે!
“હિંદ ટીવી ન્યૂઝ ના ગ્રાઉન્ડ રિપોર્ટ ”

સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ એસી ઓફિસોમાં બેસીને ‘ઘર ઘર નળ’ અને ‘છેવાડાના વિકાસ’ની ગુલબાંગો પોકારે છે. પણ તાપી જિલ્લાના સાદડુન ગામની ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. અહીં વિકાસના દાવાઓ માત્ર કાગળ પર ‘ગાયબ’ થઈ ગયા હોય તેવું લાગે છે. ગામમાં નળ તો નખાયા છે, પણ પાણીના નામે પ્રજાના નસીબમાં માત્ર સૂકી પાઈપલાઈનો જ આવી છે.”

આ દ્રશ્યો સાક્ષી પૂરે છે સાદડુન ગામની લાચારીની. એક તરફ સરકાર કહે છે કે ‘જળ સે નળ’ યોજના પાછળ કરોડો ખર્ચાયા છે, તો બીજી તરફ આ ગામના લોકો આજે પણ પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યા છે. ગંભીર સવાલ એ છે કે જો સરકારે પૈસા ચૂકવી દીધા છે, તો નળમાં પાણી કેમ નથી પહોંચ્યું ? શું યોજનાના નામે મોટો ભ્રષ્ટાચાર આચરાયો છે ? માત્ર પાણી જ નહીં, રસ્તાની સ્થિતિ પણ એવી છે કે અહીંથી પસાર થતી વખતે વર્ષો જૂની વેદના તાજી થાય છે. શું આ રસ્તાઓ માત્ર સરકારી ચોપડે જ ચકાચક બની ગયા છે? વર્ષો વીતી ગયા પણ રસ્તાના નામે માત્ર ધૂળ અને ખાડા જ ગામલોકોના નસીબમાં છે.” યોજનાઓનો ‘કાગળ’ પર વિજય, જમીન પર જનતા પરાજિત!
નળ ફિટિંગના નામે સરકારી નાણાંનો ધુમાડો, પણ તરસ્યા છે ગ્રામજનો. સૂકી નદીમાં વીરડા (ખાડા) ખોદીને પાણી ભરવા મજબૂર મહિલાઓ. રસ્તાના ઠેકાણા નથી, શું અધિકારીઓએ કાગળ પર રોડ બનાવી દીધા? “મંત્રીઓ કહે છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચશે, પણ સાદડુન ગામની જનતા પૂછી રહી છે કે – સાહેબ, એ ‘ક્યારે’ આવશે? યોજનાઓ કાગળ પર પૂરી થઈ ગઈ, પૈસા ચૂકવાઈ ગયા, પણ ગ્રાઉન્ડ ઝીરો પર આજે પણ લોકો તરસ્યા છે અને રસ્તાઓ તૂટેલા છે. તંત્ર અને નેતાઓનો આ મોહનિદ્રા ક્યારે ઉડશે?..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *