વડોદરામાં અસામાજિક તત્વોને નાયબ મુખ્યમંત્રીનો સ્પષ્ટ સંદેશ.
ગુજરાત પોલીસમાં હવે હનુમાનજીના દ્રશ્યો દેખાશે
નાગરિકોને હેરાન કરનારા ટપોરીઓને નહીં છોડાય
વડોદરા શહેરમાં ગુનાખોરી અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંદેશ આપ્યો છે. ટીમ વડોદરા તરીકે સૌએ મળીને કામ કરવું જરૂરી છે જેથી શહેર વધુ સુરક્ષિત બને. હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગુનેગારોનો કોઈ ધર્મ કે જાતિ નથી અને તેઓ સામે કડક પગલાં લેવાશે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ ડીજીપી કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વોને કાબૂમાં લેવા માટે પ્રતિબદ્ધ છે. કોઈપણ વિસ્તારમાં ટપોરીઓ અથવા લુખ્ખા તત્વો સામાન્ય નાગરિકોને હેરાન કરશે તો તેમને છોડવામાં નહીં આવે. સંઘવીએ વધુમાં ઉમેર્યું કે પોલીસની કામગીરીમાં કોઈ ખામી જણાય તો નાગરિકો સીધો સંપર્ક કરી શકે છે, અડધી રાત્રે પણ ફોન કરવા માટે તેમણે પ્રોત્સાહન આપ્યું.
કોઈપણ નાના કે મોટા નેતાની ભલામણ સાંભળવામાં નહીં આવે અને ગુનેગારોને કાયદેસર રીતે સજા આપવામાં આવશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ ટીમ સતત સક્રિય છે.વિશેષ કરીને મહિલા સુરક્ષા અંગે તેમણે જણાવ્યું કે મહિલા પોલીસ રાણી લક્ષ્મીબાઈ જેવી હિંમત દાખવે અને ગુનાખોરી સામે દૃઢતાથી કાર્યવાહી કરે. વડોદરાને વધુ સુરક્ષિત બનાવવા માટે પોલીસ કમિશનર અને તેમની ટીમ સતત પ્રયાસશીલ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
