સુરતમાં મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ બંધ કરવા ઉઠી માંગ
કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર
સુરતમાં મદ્રેસાઓમાં ચાલતા ધાર્મિક શિક્ષણને બંધ કરાવવાની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી.
સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ મદ્રેસાઓમાં ચાલતા ધાર્મિક શિક્ષણને બંધ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. આ જૂથે ધોરણ 12 સુધી સમાન શિક્ષણ લાગુ કરીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક શિક્ષણ, એક રાષ્ટ્રની નીતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ સાથે જ પુલવામા હુમલાનું ઉદાહરણ આપી કહ્યું હતુ કે આ હુમલામાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને લોકોને ગોળી મારી હતી, જે કટ્ટર માનસિકતાનું પરિણામ છે. લગભગ 200થી વધુ લેટર પેડ સાથે સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા આ પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
