સુરત ડિંડોલીની નવ સોસાયટીઓની બચાવ સંઘર્ષ સમિતિ
સુરત મનપા કમિશનર અને મેયરને આવેદન પત્ર આપી રજુઆત
25 થી 30 વર્ષ જુની 9 રહેણાંક સોસાયટી પર મુકાયેલ રિઝર્વેશન
સુરત ડિંડોલીની નવ સોસાયટીઓ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા સુરત મનપા કમિશનર અને મેયરને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.
સુરત મહાનગર પાલિકા કચેરીએ ડિંડોલી ખાતે આવેલ નવ સોસાયટીઓ બચાવ સંઘર્ષ સમિતિએ આવેદન પત્ર આપી જણાવ્યુ હતું કે ડ્રાફ્ટ ટી.પી. સ્કિમ નંબર 62 જેમાં ડિંડોલી, ભેદવાડ, ભેસ્તાન ખાતે 25 થી 30 વર્ષ જુની નવ રહેણાંક સોસાયટી પર મુકાયેલ રિઝર્વેશન રદ્દ કરી તમામ પ્લોટ હોલ્ડરોના દસ્તાવેજો કરી માનવતાના ધોરણે રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવા માંગ કરાઈ હતી.
