સુરતમાં અકસ્માતમાં ડોક્ટર યુવતીની મોતની ઘટના
સિવિલમાં ફરજ બજાવતી મહિલા ડોક્ટરની મોપેડ સ્લીપ
મોપેડ સ્લીપ થતા બ્રેન હેમરેજથી મહિલા ડોક્ટરનુ મોત
સુરતમાં અકસ્માતમાં મોતની ઘટના સામે આવી છે. સુરત સિવિલમાં ફરજ બજાવતી મહિલા ડોક્ટરની મોપેડ સ્લીપ થતા બ્રેન હેમરેજ થતા હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં મહિલા ડોક્ટરનુ મોત નિપજ્યુ હતું.
સુરતમાં ફરી અકસ્માતમાં મોતની ઘટના સામે આવી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડોક્ટર શેફાલી આશિષ તલાયગરનો અકસ્માતમાં મોત નિપજ્યુ હતું. શૈફાલી તલાયગર મોપેડ લઈ નિકળી હતી તે સમયે મોપેડ સ્લીપ ખાતા શૈફાલીને ગંભીર ઈજાઓ થતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો કે શૈફાલીને બ્રેનહેમરેજ થતા મોત નિપજ્યુ હતું. શૈફાલી તલાયગર નવી સિવિલ હોસ્પિટલમાં 11 મહિનાથી ડોક્ટર તરીકે ફરજ બજાવતી હતી. હાલ આ મામલો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
