પાટણમાં નવા બસ સ્ટેન્ડની BU પરમિશન પર વિવાદ
શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે લગાવ્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ
‘પાટણ બસ સ્ટેન્ડ નિર્માણાધીન છતાં BU પરમિશન અપાઈ
પાટણ શહેરમાં બનેલ નવીન બસ સ્ટેન્ડને બીયુ પરમિશન આપવામાં આવ્યું. ત્યારે સ્ટેશનમાં કન્સ્ટ્રક્શનનું પ્રથમ માળનું કામ ચાલુ હતું આમ નવા એસટી સ્ટેન્ડનું કામ બાકી હોવા છતાં બીયુ પરમિશન આપી દેવાતા વિવાદ
પાટણ શહેરમાં બનેલ નવીન બસ સ્ટેન્ડને બીયુ પરમિશન આપવામાં આવ્યું. ત્યારે તા. 9.10.2025 ના રોજ ગુગલ મેપથી પ્રથમ માળનું કામ ચાલુ હતું, તેના ફેટો અને વિડીયો પણ લેવામાં આવેલ છે. બીયુ પરમિશન ત્યારે જ આપી શકાય જ્યારે બિલ્ડીંગ વપરાશ લાયક તૈયાર થઈ ગયું હોય ત્યારે પરંતુ માત્રને માત્ર ભ્રષ્ટાચાર આચરીને બીયુ પરમિશન આપવામાં આવ્યું હોવાની શંકા સેવાઈ રહી છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા પ્રહાર કર્યા
બીયુ પરમિશન આપ્યા પછી કન્સ્ટ્રક્શન કામકાજ ચાલુ હોવાથી કોઈ એકસીડન્ટ થાય અને કોઈને જાન હાની થાય તો આના માટે જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે. તા.15.12.2025 ના રોજ બસ સ્ટેન્ડની પાછળના ભાગે ત્રીજા અને ચોથા માળની દુકાનો બનાવેલ નથી. તેમ છતાં તેનું બી યુ પરમિશન આપી દેવામાં આવ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
