સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિકની વ્યવસ્થાના નિરીક્ષણ માટે કન્ટ્રોલ રૂમ
અત્યાધુનિક ટેકનોલોજીથી સજજ સીસીટીવી કંટ્રોલરૂમ તૈયાર કરાયો
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન કરવામાં
સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કન્ટ્રોલ રૂમનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતું.
સુરત પોલીસના સીસીટીવી કંટ્રોલરૂમનું ઉદઘાટન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજજ સીસીટીવી કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. જ્યાંથી પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમની મદદથી જે તે ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ સીધું એનાઉન્સમેન્ટ કરી શકશે. શહેરના તમામ સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ આ પોલીસ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે. સુરત શહેર 90 લાખની વસ્તી ધરાવે છે અને ટ્રાફિકની વ્યવસ્થાના નિરીક્ષણ માટે તથા લોકોની સલામતી માટે આ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. આગામી દિવસોમાં સુરતમાં કેમેરાની સંખ્યા પણ વધારવામાં આવશે. તો ટ્રાફિક નિયમોની સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં પણ દેખરેખ રાખી શકાશે તો 21-21 લોકો બે સીપમાં કંટ્રોલરૂમમાં કાર્યરત રહેશે તેમ જણાવાયુ હતું.
