ગુજરાતમાં પરિવર્તનના શંખનાદ સાથે કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા
5 ફેઝમાં 60 દિવસ સુધી ચાલશે જનઆક્રોશ યાત્રા
ફેઝ-1 ની જનઆક્રોશ યાત્રા 21 મી નવેમ્બરથી શરૂ થશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સરકાર સામે બાયો ચડાવી છે. સોમનાથથી દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રા યોજ્યા બાદ કોંગ્રેસ રાજ્યભરમાં કોંગ્રેસ વધુ એક વખત યાત્રા યોજવા જઈ રહી છે. રાજ્યભરમાં જન આક્રોશ યોજવાની જાહેરાત કરી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના 5 ઝોનમાં અલગ અલગ મુદ્દાઓને લઇને કોંગ્રેસ 60 દિવસ સુધી જન આક્રોશ યાત્રા યોજશે. આગામી 21 નવેમ્બરના વાવ – થરાદથી યાત્રાની શરૂઆત થશે. ઢીમાથી પહેલા ફેઝની યાત્રાની શરૂઆત કરવામાં આવે જે 1100 કિલોમીટર સુધી ભ્રમણ કરશે. પહેલા ફેઝની યાત્રાનું બેચરાજીમાં સમાપન થશે. ખેડૂતોના મુદ્દા, યુવાનોના મુદ્દા, મહિલાઓના મુદ્દા, મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ ગામે ગામ જાહેર સભા યોજશે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 દાયકાના શાસનમાં ભાજપે અંગ્રેજોનું શાસન હોય તે રીતે કામ કર્યું છે. ડર અને ભયનો માહોલ ભાજપ સરકારે ઊભો કર્યો, એવા સમયમાં ગુજરાતની સાડા છ કરોડની જનતાના પૈસાથી સરકારની તિજોરીઓ ભરાય છે. દર વર્ષે વિધાનસભામાં બજેટ પાસ થયું હોય છે. ચાલુ વર્ષનું બજેટ જોઈએ તો 3.70 લાખ કરોડ રૂપિયાનું બજેટ ગુજરાત વિધાનસભાએ પાસ થયું હતું.
કોંગ્રેસે અલગ અલગ 5 ઝોનમાં વિસ્તારોને વિભાજિત કર્યા છે. આ તમામ 5 ફેઝમાં જન આક્રોશ યાત્રા યોજવાની તૈયારી કરવામાં આવી છે. અંદાજે 60 દિવસ સુધી જન આક્રોશ યાત્રા અલગ અલગ ઝોનમાં ફરવાની છે. જેની શરૂઆત ઉત્તર ગુજરાતમાંથી કરવામાં આવી છે. લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ઉત્તર ગુજરાતમાં 1100 કિલોમીટર સુધી યાત્રા ફરવાની છે. તમામ ઝોનમાં આવતા ગામડાઓમાં જાહેર સભા યોજશે. તેમજ આ વખતે યાત્રામાં જનતાને સ્ટેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. 7 જિલ્લાઓમાં અને 40 તાલુકાઓમાં યાત્રા પસાર થશે. વરસાદે ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા. ખેડૂતોને થયેલા ભારે નુકસાનને પગલે રાજ્ય સરકારે પણ તાબડતોડ સરવે કરી સહાય પેકેજ જાહેર કરવાની તૈયારી કરી લીધી. એક તરફ AAPની સક્રિયતાને બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ત્યારે હવે કોંગ્રેસ પણ ખેડૂત આક્રોશ યાત્રા કાઢી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
