સુરતમાં સુરત પોલીસના નામે ઉઘરાણી
ઉઘરાણી કરતો યુવાનનો વિડિઓ વાયરલ
ભેસ્તાન પોલીસે કાર્યવાહી હાથ ધરી તેને ઝડપી પાડ્યો
પોલીસના નામે વિમલ અને સિગારેટની ઉઘરાણી કરતા જોવા મળ્યા
સુરતમાં પોલીસના નામે ઉઘરાણી કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો હતો જે મામલે ભેસ્તાન પોલીસે કાર્યવાહી હાથ ધરી તેને ઝડપી પાડ્યો હતો તો તે કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતો હોય જેથી તેને ફરજ પરથી દુર કરાયો હતો.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ત્રિમૂર્તિ ચોકડી પાસે આવેલ આવ્વલ ચાની દુકાન પરથી એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. વિડિયો મુજબ યુવક દુકાનદાર પાસેથી પોલીસના નામે વિમલ અને સિગારેટની ઉઘરાણી કરતા જોવા મળી રહ્યો છે. દુકાનદારે તરત જ પીસીઆર ને ફોન કરીને જાણ કરી હતી અને ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી. આ યુવકનું નામ વાલ્મિક પાટીલ હોવાનું ખુલ્યું છે, જે સચિન પોલીસ સ્ટેશનમાં પીસીઆર પર કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતો હતો. સરકારી કર્મચારી નથી, પરંતુ આઉટસોર્સ સ્ટાફ તરીકે જોડાયેલો હતો. વિડિયો વાયરલ થતા જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી જેમાં પૂછપરછ દરમિયાન યુવકે પોતાના નામે વિમલ અને સિગારેટની ઉઘરાણી કરવાનું કબૂલ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા તેને ફરજ પરથી તાત્કાલિક દૂર કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવા કૃત્ય પુનરાવૃત્ત ન થાય તે માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
