સુરતમાં ચોક બજાર પોલીસે મહેકાવી માનવતા
52 વર્ષીય કાકા એટીએમમાં 10 હાજર ભુલી ગયા હતા
10 હાજર રૂપિયા પાછા મળતા કાકા રડી પડ્યા
એસબીઆઈ બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ વૃદ્ધ એટીએમમાં જ રૂપિયા ભુલી ગયા હતા જે રૂપિયા એક યુવાનને મળતા તેણે પોલીસની મદદથી વૃદ્ધને રૂપિયા પરત કરતા વૃદ્ઘની આંખોમાં આસુ આવી ગયા હતં.
સુરત શહેરમાં ચોક બજાર પોલીસે માનવતા મહેકાવી હોવાની ઘટના બની હતી. જેમાં એક 52 વર્ષના વૃદ્ધ એસબીઆઈ બેંક ના એટીએમ માં દસ હાજર ભુલી જતા વિવેક પ્રજાપતિ નામના યુવકને મળ્યા હતા જેણે આ પૈસાની ચોક બજાર પોલીસ જાણ કરી પરત કર્યા હતાં. જેને લઈ ચોક બજાર પોલીસે વૃદ્ધને શોધી કાઢી ચોક બજાર પોલીસમાં તેમને રૂપિયા પરત કરતા તેમની આંખોમાં આસુ આવી ગયા હતાં. તો વૃદ્ધ પાનનો ગલ્લો ચલાવી ગુજરાન ચલાવતા હોવાનુ સામે આવ્યુ છે.
