સુરતના રસ્તા પર નીકળે છે કેમિકલયુક્ત કલરવાળું પાણી
સુરતમાં ફરી કેમિકલ યુક્ત લાલ-લીલુ પાણી જોવા મળ્યું
કોર્પોરેટરે લગાવ્યા અધિકારી પર આરોપ
સુરતમાં કેમિકલયુક્ત પાણી રસ્તા પર ફરી વળ્યુ હોય જેને લઈ ઉધનામાં કોર્પોરેટર દ્વારા મનપા અને જીપીસીબીના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતાં.
સુરતમાં ફરી કેમિકલ યુક્ત લાલ-લીલુ પાણી જોવા મળ્યું છે. ઉધના રોડ નંબર 10 ઉપર આવેલ મફતનગરમાં કેમિકલ યુક્ત લાલ પાણી ઉભરાયુ હતુ જેને લઈ સ્થાનિક કોર્પોરેટરે આક્ષેપો કર્યા હતાં. સ્થાનિક કોર્પોરેટર દ્વારા અધિકારીઓ પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યુ હતું કે મનપા અને જીપીસીબીની અધિકારીઓ મીલીભગત છે. મિલોનું વેસ્ટિજ કેમિકલ ડ્રેનેજ લઈમાં છોડી દેવામાં આવે છે તે કેમિકલ યુક્ત પાણીથી લોકોને ચામડીના રોગ થયા હોવાની ભીતિ છે. તો તંત્ર દ્વારા માત્ર એકમો સીલ કરવામાં આવી રહ્યા છે પરંતુ નક્કર કામગીરી ન કરાતી હોવાના આક્ષેપો કોર્પોરેટરે કર્યા હતાં.
