સુરતમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
બ્રાહ્મણ સમાજ દ્વારા પણ રક્ષાબંધન પર્વની ઉજવણી
જુની જનોઈ બદલી નવી ધારણ કરાઈ
સુરતમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હત. તો બ્રાહ્મણ સમાજ દ્વારા પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હદતી અને જુની જનોઈ બદલી નવી ધારણ કરાઈ હતી.
રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષાના અતૂટ બંધનનો પર્વ છે. ભાઈના કાંડે રાખડી બાંધીને બહેનોએ લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. તો બ્રાહ્મણ સમાજ માટે રક્ષાબંધનનું વિશેષ મહત્વ છે. સુરતના કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા અને રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોએ જૂની જનોઈ બદલીને નવી ધારણ કરી હતી. શ્રાવાણી ઉપાકર્મ વિધિ અંતર્ગત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધી કરવામાં આવી હતી. આ પર્વ શુદ્ધિ, પ્રાયશ્ચિત અને નવા સંકલ્પનું પ્રતીક છે ત્યારે રક્ષાબંધન ભાઈ-બહેનના સંબંધની સાથે-સાથે ધાર્મિક અને આત્મિક શુદ્ધિનો પણ પર્વ છે તેમ જણાવાયુ હતું.
