સુરતના માંડવી સુપડી વિસ્તાર ખાતે ધરણા યોજી ઉજવણી
રાહુલગાંધી અને સોનિયા ગાંધીને ED કેસમાં ક્લીન ચીટ મળતા ઉજવણી
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુપડી બસ સ્ટેન્ડ સામે કાર્યક્રમનું આયોજન
સુરતના માંડવી સુપડી વિસ્તાર ખાતે સુરત જિલ્લા કોંગ્રેસે રાહુલગાંધી અને સોનિયા ગાંધીને ઇડી કેસમાં ક્લીન ચીટ મળતા ધરણા યોજી ઉજવણી કરી
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ઇડી (ED) કેસમાં ક્લીન ચીટ મળતા કોંગ્રેસ પાર્ટીમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો. આ નિર્ણયના સ્વાગતરૂપે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા માંડવી તાલુકાના સુપડી વિસ્તારમાં ઉજવણી સાથે ધારણા પ્રદર્શન યોજાયું હતું. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુપડી બસ સ્ટેન્ડ સામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ યોજાયો હતો. બપોરે 2:00 થી 3:30 કલાક દરમિયાન ચાલેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારણા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો .તેમજ સત્તા પર સત્યની જીત ના નારા લગાવ્યા હતા.અને કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ નારાબાજી પણ કરવામાં આવી હતી..
