સુરત વરાછા અંકુર સોસાયટી પાસે બાંધકામ દરમિયાન બોર્ડરની દિવાલ ધરાસાઈ,
વરાછા અંકુર સોસાયટી પાસે બાંધકામની દીવાલ ધરાસાઈ,
ઝાડ અને સ્ટ્રીટલાઈટ પણ પડી પડતાં લોકોમાં ફફડાટ
સુરતના વરાછા ખાતે આવેલ અંકુર સોસાયટી પાસે બાંધકામની કામગીરી સમયે બોર્ડરની દિવાલ ધરાસાઈ થતા સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો.
સુરત ના વરાછા ખાતે અંકુર સોસાયટી નજીક બાંધકામની કામગીરી વખતે બાંધકામની બોર્ડરની દીવાલ ધરાસઈ થઈ હતી જેને લઈ દીવાલ સાથે ઝાડ, સ્ટ્રીટ લાઈટ, મીટર પેટી સહિતની વસ્તુઓ પડી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકોમાં એવો ફફડાટ ફેલાયો કે જાણે ભૂકંપ આવ્યો હોય જો કે દિવાલ પડી હોવાની જાણ થતા હાશકારો અનુભવાયો હતો. સ્થાનિકોએ જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જહાનહાની થી ન હતી.
