દારૂબંધીના લીરા ઉડાવતા બુટલેગરો

Featured Video Play Icon
Spread the love

દારૂબંધીના લીરા ઉડાવતા બુટલેગરો
કોંગ્રેસના આગેવાનોએ જનતાને સાથે રાખી રેડ કરી
કમિશનરને આપેલ અલ્ટીમેટમ પછી કોંગ્રેસની આગેવાનીમાં દરોડો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતા બુટલેગરોને પાઠ ભણાવવા કોંગ્રેસના આગેવાનોએ જનતાને સાથે રાખી રેડ કરી હતી જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો.

સુરતમાં દારૂની રેલમછેલ વચ્ચે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાની હેઠળ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં 7 દિવસમાં સુરતને ડ્રાઈ બનાવવા અપીલ કરવામાં આવી હતી. જોકે પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા અને દારૂના અડ્ડા બેરોકટોક ચાલી રહ્યાં હતા. કમિશનરને આપેલું અલ્ટીમેટમ પૂર્ણ થયા પછી મંગળવારે મોડી સાંજે કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રેડ કર્યા પછી કોંગ્રેસ પ્રમુખે પોલીસને કોલ કર્યો હતો જેને પગલે હાંફળી થઈને દોડતી થયેલી પોલીસે સ્થળ પર જઈને દારૂનો જથ્થો કબજે લીધો હતો. જોકે બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે કે નહિ તેનો ફોડ પાડવામાં આવ્યો નથી આ મામલે કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસની અનુપસ્થિતિ વચ્ચે કોંગ્રેસ દ્વારા સરપ્રાઈઝ જનતા રેડ કરવામાં આવતા દારૂના અડ્ડા પર નાસભાગ મચી ગઈ હતી. ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પરથી ઓછામાં ઓછા 200 જેટલાં દારૂડિયાઓ પોત-પોતાના વાહનો છોડીને ભાગી છુટ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *