માંડવી નગર ખાતે ભાજપ સ્થાપના દિન ઉજવણી
ભાજપ યુવા મોરચા દ્વારા 6 એપ્રિલ ભાજપ સ્થાપના દિન ઉજવણી
માંડવી નગર ખાતે નગર ભાજપ યુવા મોરચા દ્વારા 6 એપ્રિલ ભાજપ સ્થાપના દિન ઉજવણી કરવામાં આવી.
માંડવી નગર ખાતે ભાજપ સ્થાપના દિન ઉજવણી નિમિત્તે ધારાસભ્ય કુવરજીભાઈ હળપતિ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ ઉપર પારેખની ઉપસ્થિતિમાં માંડવી નગર ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ધ્વજ લહેરાવ્યો. માંડવી નગર ભાજપ કાર્યાલય ખાતે માંડવી નગર યુવા ભાજપ મોરચા દ્વારા 6 એપ્રિલ ભાજપ સ્થાપના દિન નિમિત્તે ધારાસભ્ય કુંવરજી હળપતિ તેમજ જિલ્લા મહામંત્રી જગદીશ પારેખની ઉપસ્થિતિમાં ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવા મોરચા દ્વારા બાઈક રેલીનું પ્રસ્થાન કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ રેલી ભાજપ કાર્યાલયથી સુપ્રડીથી વિસ્તાર થઈ ધોબણીથી ગોપાલ નગર ખાતે સાંસદ પ્રભુ વસાવાના નિવાસ્થાને થઈ મેઇનબજારથી બોઘાનિયા દરવાજા થઈ સુપ્રડી વિસ્તાર ખાતે કાર્યકમની પૂર્ણાહુતિ કરાઈ હતી
આ કાર્યક્રમ અંતર્ગત નગરના વરિષ્ઠ આગેવાનોનાના ઘરે જઈને યુવા મોરચા દ્વારા ભાજપનો ધ્વજ રોહણ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ગોપાલ નગર ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા યુવા મોરચાની બાઈક રેલીને પુષ્પની પાંદડીઓની વર્ષા કરી સન્માનિ કર્યા હતા. યુવા મોરચા દ્વારા કાળજાળ ગરમીમાં છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, મહામંત્રી શ્રી શાલીનભાઈ શાહ વિજયભાઈ પટેલ તેમજ યુવા મોરચાના પ્રમુખ કેયુરભાઈ હજારીવાલા, મહામંત્રી શ્રી કુણાલ પંચાલ તેમજ તેમની સંગઠનની ટીમ તેમજ નગર સંગઠન હોદ્દેદારો દ્વારા બાઈક રેલીની સફળ સફળ સંચાલન કર્યું હતું…..
