સાબરકાંઠાના હિમતનગરમાં યોજાયેલ ભાજપનો અભિવાદન સમારોહ
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પશુપાલકો પર નિવેદન આપતા કહ્યું.
પીએમ મોદીએ પશુપાલકો અને ખેડૂતોના હિતમાં કાર્ય કર્યા
મંગળવારે સાબરકાંઠા ભાજપ દ્વારા યોજાયેલા અભિવાદન સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ ઉપસ્થિત રહી કાર્યકરો સાથે સંવાદ કરવાના હેતુથી હિંમતનગર આવી પહોચ્યા હતા. જ્યાં અગાઉથી નિર્ધારિત કરાયેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મંગળવારે હિંમતનગર આવી પહોચ્યા હતા. પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતીમાં સફાઈકર્મી મહિલાઓને સાડીનું વિતરણ કરાયું હતુ. મોતીપુરામાં આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ ભાજપના 900 થી વધુ કાર્યકરો સાથે બાઈક રેલીમાં જોડાઈને અભિવાદન સમારોહના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે અભિવાદન ઝીલ્યું હતુ.અને સાબરકાંઠાના કવિ ઉમાશંકર જોષી, સ્વ ગુર્જારીલાલ નંદા, અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, શાંતિગીરીજી મહારાજના કાર્યોને બિરદાવ્યા હતા. સાથોસાથ ચિત્રવિચિત્ર મેળોએ સાબરકાંઠાની ઓળખ નહી પણ સમગ્ર રાજ્યની ઓળખ છે તેમ જણાવી સહકારી અગ્રણીઓની ખેડૂતલક્ષી પ્રવૃતિને બિરદાવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતુ કે દિલ્હીમાં થયેલી દુર્ઘટના ખુબજ દુઃખદ છે. વડાપ્રધાને પણ ગંભીરતાથી આ મુદ્દે એજન્સીઓ સાથે સતત જોડાઈને ગુનેગારોને છોડવામા નહીં આવે તેવો નિર્ણય કર્યો હતો તેને આવકારીને મૃતકોના માનમાં મૌન પાળ્યું હતુ.
પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું હતુ કે જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે જગદિશ વિશ્વકર્માને બુકે આપવા ગયા ત્યારે તેમણે બુકેને બદલે ચોપડા અને ધાર્મિક સાહિત્ય લાવવાનો આગ્રહ કર્યો હતો. સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની પ્રજા માટે જે કરી રહ્યા છે તેને યોગ્ય ઠેરવી તેમની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે સાબરકાંઠાના ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલે કમોસમી વરસાદથી જે ખેડૂતોને નુક્સાન થ્યુ છે તેમને માટે મુખ્યમંત્રીએ જાહેર કરેલા રાહત પેકેજને આવકાર્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
