આણંદ ઉમરેઠમાં ભાજપના ઉમેદવારે ભર્યું ફોર્મ.

Featured Video Play Icon
Spread the love

આણંદ ઉમરેઠમાં ભાજપના ઉમેદવારે ભર્યું ફોર્મ.
પેટાચૂંટણી માટે હર્ષદ પરમારે નોંધાવી ઉમેદવારી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભર્યું ફોર્મ.

ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર ૪ એપ્રિલે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી ભાજપ દ્વારા આ દિવસે શક્તિપ્રદર્શનનું કરવામાં આવ્યું.

ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા ભાજપ દ્રારા હર્ષદભાઈ પરમારનું ઉમેદવારી ફોર્મ કાર્યક્રમ સવારે ૧૧:૦૦ કલાકે યોજાયો હતો. પ્રદેશ ભાજપ દ્વારા ડમી ઉમેદવાર તરીકે વિમલભાઈ પટેલ (થામણા) પણ ફોર્મ ભર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થામણા હેલીપેડ પર આગમન કરી ત્યાંથી તેઓ કાર દ્વારા સિકોતેર માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ, નાસિકવાલા હોલ પાસે જનસભાને સંબોધશ અને ભવ્ય પદયાત્રા સ્વરૂપે મામલતદાર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

આ પ્રસંગે ચૂંટણી પ્રભારી પ્રદિપસિંહ જાડેજા, ઇન્ચાર્જ હસમુખભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ હાજર રહેશે. કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી અને રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત, જિલ્લાના ધારાસભ્યો યોગેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *