બનાસકાંઠા દિયોદર કોંગ્રેસમાં સર્જાયું મોટું ભંગાણ.

Featured Video Play Icon
Spread the love

બનાસકાંઠા દિયોદર કોંગ્રેસમાં સર્જાયું મોટું ભંગાણ.
ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ પડતા રાજકારણ ગરમાયું.
જપ પક્ષે આ નારાજગીનો લાભ ઉઠાવી તેમને પક્ષમાં સામેલ કર્યા

બનાસકાંઠા દિયોદર કોંગ્રેસના જિલ્લા મહિલા ઉપપ્રમુખ ભાવનાબેન ઠાકોરને તાલુકા પંચાયતની ટિકિટ ન મળતાં તેમણે પક્ષપલટો કર્યો છે. આજે તેઓ ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને ભાજપના પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

બનાસકાંઠાની આ ઘટના દિયોદરમાં ઠાકોર બોર્ડિંગ ખાતે બની હતી, જ્યાં ભાવનાબેન ઠાકોરને ભાજપનો ખેસ પહેરાવીને વિધિવત રીતે પક્ષમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. આ પક્ષપલટો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના સમયગાળા દરમિયાન જોવા મળેલા બળવાખોરીના વલણનો એક ભાગ છે. ભાવનાબેન ઠાકોરે ગઈકાલે દિયોદર તાલુકા પંચાયતની ટિકિટની અપેક્ષાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે, તેમને કોંગ્રેસ પક્ષ દ્વારા મેન્ડેડ ન મળતાં તેઓ નારાજ થયા હતા. ભાજપ પક્ષે આ નારાજગીનો લાભ ઉઠાવી તેમને પક્ષમાં સામેલ કર્યા.

પ્રાપ્ત વિગતો અનુસાર, બે ટર્મ પહેલાં એટલે કે લગભગ 12 વર્ષ અગાઉ કોંગ્રેસ પક્ષે તેમને જિલ્લા પંચાયતની દિયોદર સીટ માટે મેન્ડેડ આપ્યું હતું. તેમ છતાં, તેમણે અંગત કારણોસર પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી, જેના પરિણામે તે સમયે ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *