સુરતમાં જુના ઝઘડાની અદાવતમા ચપ્પુ વડે હુમલો
ભાગી છુટેલા આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યો
વિશાલ ઉર્ફે ભુષણ પાટીલને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો
સુરત ઉધનામાં જુના ઝઘડાની અદાવત રાખી સરાજાહેર યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છુટેલા આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરના આદેશને લઈ ઉધના પી.આઈ. એસ.એન. દેસાઈની ટીમ પીએસઆઈ એમ.કે. ઈશરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. ચિરાગ તથા અ.પો.કો. જયેશ અને વિક્રમનાઓએ જુના ઝઘડાની અદાવતમાં યુવાન પર સરાજાહેર ચપ્પુ વડે હુમલો કરી ભાગી છુટેલા માથાભારે આરોપી એવા મુળ મહારાષ્ટ્ર જલગાંવના ચોપડાનો અને હાલ ઉધના ગાંધી કુટીર ખાતે રહેતા વિશાલ ઉર્ફે ભુષણ પાટીલને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
