અરેઠનાં કરંજ ગામે કંપનીમાં મેનેજર પર હુમલો
હુમલો કરનાર સાત આરોપીની પોલીસે ધરપકડ કરી.
કારના કાચા અને મીટર તોડી 50 હજારનું નુકશાન કર્યું હતું.
અરેઠ તાલુકાના કરંજ ગામે આવેલી ગોપી કીશન પોલીપ્લાસ્ટ કંપનીના ગેટ પર અને અંદરના પરિસરમાં તા-18 નવેમ્બર મંગળવારે કંપનીમાં તોડફોડ કર્યા બાદ હંગામો મચાવનાર સાત આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરતાં પોલીસે ધરપકડ કરતાં ચકચાર મચી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવી-કીમ રોડ પર આવેલા કરંજ ગામે આવેલી ગોપી કિશન પોલીપ્લાસ્ટ કંપનીમાં 12 જેટલાં શક્સો દ્વારા સુરતનો રહેવાશી જનરલ મેનેજર ભાવિન સુરેશ કુંડલીયા પોતાની કાર નં-GJ-01- RJ-2160 લઈને તારીખ-18 નવેમ્બરે સવારે કંપનીમાં આવી રહ્યા હતા. તે દરમિયાન કંપનીના ગેટ પાસે અન્ય પુરુષ મહિલા દ્વારા કારનો ધેરાવો કરી તોડફોડ કરી રૂ. 50 હજારથી વધુ નુકશાન કરી ભાવિન કુંડલીયાને કાર માંથી ખેંચી હુમલો કર્યા હતો. અને કંપનીના અજીત યાદવ, રાજેશ મોદી તથા અન્ય કર્મચારીઓને માર માર માર્યો હતો.ઉપરાંત ઓફિસના દરવાજાનો કાચ તોડતા રૂ. 20 હજારનું નુકશાન કરતાં આઠ આરોપીના નામ જોગ ફરિયાદ નોંધવાતા એક અઠવાડિયા પછી પોલીસે સાત આરોપીની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. ગુનામાં ઝડપાયેલા આરોપીઓ સતીષ બિપીન ગામીત,જયેશ રણજીત, સાગર બચુ, અજય વસાવા, લક્ષ્મીબેન ઉર્ફે ટીનુબેન ગીરીશ પટેલ, દક્ષા નાથુ પટેલની પોલીસે ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા…..
