બનાસકાંઠાના ડીસા શહેરમાં નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ પર હુમલો થયો છે. અજાપુરના ગણેશપુરા વિસ્તારમાં સર્વે માટે ગયેલી સરકારી ટીમ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો.
બનાસકાંઠાના ડીસા શહેરમાં નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ, ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ અજાપુરના ગણેશપુરા વિસ્તારમાં સર્વે નંબર 11 ખાતે પહોંચી હતી. ટીમ જમીનના હિસ્સા વિશે માહિતી મેળવવા અને પેગીબાર ચકાસવા આવી હતી. અધિકારીઓએ 7/12 દાખલાના આધારે જમીનની ચકાસણી કરવા આવ્યા હોવાનું સમજાવ્યું હતું. સર્વે સ્થળે હાજર બે મહિલા અને ત્રણ પુરુષોએ ટાઉન પ્લાનિંગ અધિકારી કિશન પ્રજાપતિના હાથમાંથી નકશો છીનવી લીધો હતો. તેમણે “તમે અહીં ટીપી માટે આવ્યા છો” કહીને અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ કર્મચારીઓને ઈજા થઈ હતી
હુમલાનો ભોગ બનેલી ટીમમાં નગરપાલિકાનો એક અધિકારી અને કન્સલ્ટન્સી ટીમના ચાર સભ્યો હતા. નગરપાલિકા દ્વારા હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
