ગોવા અગ્નિકાંડનો વધુ એક વીડિયો આવ્યો સામે
નાઈટક્લબમાં આગ લાગવાનો લાઈવ વીડિયો
લોકો ડાન્સ કરી રહ્યા હતા તે સમયે લાગી આગ
ગોવાના આર્પોરામાં એક નાઈટક્લબમાં આગ લાગવાને પગલે પોલીસે ક્લબના માલિકો, મેનેજર અને રોકાણકારો વિરુદ્ધ સદોષ હત્યાનો કેસ દાખલ કર્યો છે. ચાર પ્રવાસીઓ અને 14 સ્ટાફ સભ્યોના મોત થયા છે, જેમાંથી સાતની ઓળખ હજુ સુધી થઈ નથી.
ગોવાના આર્પોરામાં બનેલી ઘટના બાદ પોલીસે નાઈટક્લબના માલિકો વિરુદ્ધ FIR દાખલ કરી છે. તેમણે તેમના પર સદોષ હત્યાનો આરોપ લગાવ્યો છે. ગોવાના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસએ FIRની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ક્લબના બે માલિકો, મેનેજર, રોકાણકાર અને અન્ય ઘણા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્લબ મેનેજર સહિત અનેક વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે ક્લબના માલિકો હાલમાં ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
આ આખી ઘટના શનિવાર અને રવિવાર રાત્રિ વચ્ચે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગ તપાસ કરી રહ્યા છે. ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાંથી ચાર પ્રવાસીઓ અને 14 સ્ટાફ સભ્યો હોવાનું પુષ્ટિ મળી છે, જ્યારે અન્ય સાત લોકોની ઓળખ હજુ સુધી થઈ નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
