સુરતમાં ફરી એક શંકાસ્પદ લાશ મળી
પાંડેસરામાં યુવાનની ગળુ કપાયેલી લાશ મળતા હત્યા
ગળુ કટર મશીનથી કાપ્યુ હોવાની આશંકા સેવાઈ
સુરતમાં ફરી એક શંકાસ્પદ લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પાંડેસરા વિસ્તારમાં યુવાનની ગળુ કપાયેલી લાશ મળતા હત્યા કે આત્મહત્યા તેને લઈ સવાલો ઉભા થયા છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ વિસ્તારમાં બાંધકામ પર કટર મશીનથી ગળા કાપવાની ઘટના બની છે. વાત એમ છે કે લિંબાયતના દત્તાત્રેય નગર વિસ્તારમાં 19 વર્ષના રાહુલ રાજેન્દ્ર મગરે માર્કેટમાંમાં કામ કરતો હતો હતો અને રોકડીના કામ માટે મામા સાથે પાંડેસરા ખાતે આવ્યો હતો જ્યાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. તો તેનુ ગળુ કટર મશીનથી કાપ્યુ હોવાની આશંકા સેવાઈ રહી છે. જેને લઈ આહત્યા કે હત્યાની આશંકાઓ વ્યક્ત કારઈ રહી છે. હાલ તો યુવાનના મોતનુ સાચુ કારણ જાણવા માટે પોલીસે લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થે નવી સિવિલ હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
