સુરતમાં ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો
આરોપી ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને રોકડા રૂપિયા મેળવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતા
ખોટી કંપનીઓ બનાવી બેંકોમાં ખાતા ખોલાવી કરોડોનુ ટ્રાન્જેકશન કરી બે ટકા પૈસા વસુલનારાઓ સામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં વધુ એકને સરથાણા પોલીસે ઝઢપી પાડ્યો છે.
સુરતમાં ખોટી ફર્મ ઊભી કરી બેંકોમાં ખાતા ખોલાવી કરોડોનું ટ્રાન્જેક્શન કરી ગેરકાયદેસર બે ટકા પૈસા વસૂલતા ઈસમો સામે પોલીસની કાર્યવાહી તેજ થઈ છે. યોગીચોકના પવિત્રા પોઇન્ટમાંથી મોટી માત્રમાં ક્રેડિટ કાર્ડ અને સ્વાઇપિંગ મશીન પોલીસને મળ્યા હતા જેમાં બેંક અકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હોવાની જાણ થતા એસઆઈટીની રચના કરવામાં આવી હતી. તો આ કેસમાં હાર્દિક વાવલીયા, સતીશ વાવલીયા અને મયુરે ખોટી ફોર્મ ઉભી કરી બેંકમાં કરંટ ખાતા ખોલાવ્યા હતા અને ત્યાર બાદ ક્રેડિટ કાર્ડના રોકડા રૂપિયા આપવા બાબતે લોકો પાસેથી 2 ટકા રકમ લઈ આ બેંક ખાતાઓમાં 31 કરોડ 62 લાખ કરતાં વધુના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. તો આ મામલે અગાઉ હાર્દિક વાવલિયાની ધરપકડ રાયા બાદ સરથાણા પોલીસે સતીશ વાવલીયાની ધરપકડ કરી છે. તો બીજી તરફ મયુર તળાવિયા નામનો ઈસમ વોન્ટેડ છે.
