સુરતની અમરોલી પોલીસે રીક્ષા ચોરને ઝડપ્યો
રીક્ષાની ચોરી કરનાર બે રીઢાઓને ઝડપી પાડ્યા
વિશાલ દેવીપુજક અને વિક્રમ ભીલને ઝડપ્યા
સુરતની અમરોલી પોલીસે રીક્ષાની ચોરી કરનાર બે રીઢાઓને ઝડપી પાડી ચોરાયેલ રીક્ષા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર એલ ડીવીઝનની સુચનાથી અમરોલી પી.આઈ. જે.બી. વનાર ની ટીમ પી.એસ.આઈ. ડીએ રાઠોડના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. રાજેશ અને અ.પો.કો. બ્રિજરાજસિંહને મળેલી બાતમીના આધારે રીક્ષા ચોરી કરનાર રીઢાઓ વિશાલ દેવીપુજક અને વિક્રમ ભીલને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ રીક્ષા કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
